પંચતંત્ર : આજનો યુગ

​પંચતંત્ર : આજનું જીવન 

તમે કાચબા અને સસલાની જે હરિફાઈ થયેલી , તે વિષેની વાર્તા તો તમે જાણો જ છો કે કઈ રીતે સસલુ આવડત અને ક્ષમતા હોવા છતાં પોતાના અભિમાનને લિધે તે દોડ હારી ગયો..

તે તો હવે જુની વાત થઈ ગઈ અને બધો જ સાર તમે લોકોએ સમજી લીધો હશે , તો આજે એક આવી જ દોડ સ્પર્ધાની વાત કરીએ , પરંતુ અહીં થોડા અલગ પ્રકારની વાત છે..

આ વખતે રેસ થઈ , કુતરા અને કાચબાની વચ્ચે ..  અને અહીં કુતરાને કોઈ પણ જાતનુ અભિમાન નથી કે તે કાચબાથી વધુ જડપી ભાગે છે , કારણ કે તેણે સસલા અને કાચબાની તે વાર્તા સામ્ભડી હતી.

તો આ રેસ થઈ આ બન્ને વચ્ચે ગામ ના એક છેડાથી બીજા છેડા સુધી..

તો હવે જો આપણે એવુ માનીએ કે કાચબો કઈ જ પ્રકારની છેતરપીંડિ નથી કરતો અને કુતરાને પણ કોઈ જ જાતનુ અભિમાન નથી કે તે કઈ પણ વચ્ચે આરામ કરવા માટે ઉભો રહ્યો નહોતો.

તો હવે જો આપણે સામન્ય સંજોગો વિચારીએ તો આ રેસ કોણ જીતવુ જોઈએ?

તો તમે કહેશો કે જો આપણે બધી જ સમ્ભાવનાઓ વિચારીએ , તો આ રેસ કુતરો જ જીતવો જોઇએ.

હા, હવે કોઈ એવુ પણ કહેશે કે આ ભાઈ આવો સવાલ પૂછી રહ્યો છે તો કઈક સામાન્યા રીતે કુતરો તો આ રેસ નહિ જીતે એવુ લાગતુ હશે.

તો હુ કહિશ હા.. આ રેસ કુતરો નહિ પણ કાચબો જીતશે.. પણ આ કઈ રીતે શક્ય બને..

તો સામ્ભડો , આપાણે શરૂઆતમાં જ વાત કરેલી કે રેસ તે ગામ ના એક છેડાથી બીજા છેડા સુધી છે, તો હવે અહી વચ્ચે રસ્તામા ઘણા બધા વિસ્તારો આવ્શે.

અને તમે જાણો છો કે જ્યારે કોઈ કુતરો બીજા કોઈ વિસ્તારમાં આવે છે, ત્યારે તેના જ ભાઈઓ કહેવાતા એવા બીજા વિસ્તારના કુતરાઓ જ તેને ત્યાથી ભગાડી કાઢે છે. અને આગળ જાવા નથી દેતા.

કહેવાનો સાર માત્ર એટલો જ કે ,  આવી ઘણી બધી બાબતોમાં આપણને બીજા કોઈ નહી પરંતુ આપણા જ કહેવાતા એવા “પોતિકા”ઓ જ નડે છે અને આગળ વધવા દેતા નથી. 

હવે એ સમજાતુ નથી કે પોતિકાઓ ને આવુ તો શુ મજા આવે છે કે પોતાનાઓ ને જ આગળ વધવા દેતા નથી , ખરેખર , જો લોકો પોતાનો આવો સ્વભાવ બદલી નાખે , તો ખબર નહિ, આજે માનવિ કેટ કેટ્લા સફળતાના શિખરો સર કરિ જાય.      

Advertisements

હા, હું ત્યાં જ હતો……

હા, હું ત્યાં જ હતો……

હા, હું ત્યાં જ હતો,

જયારે તું અચાનક જ ,

અડધા રસ્તાથી જ ચાલી ગયેલી,

ક્યાંક દુર , કે જ્યાંથી તું ,

ક્યારે પણ નહોતી આવવાની…..(૧)

હા, હું ત્યાં જ હતો,

જયારે તે અંતે કહેલું,

બસ ! આપણો સાથ અહી સુધી જ હતો,

આગળનો રસ્તો, તું એકલો જ પાર કરજે..,,(૨)

તો પણ, હું તો ત્યાજ હતો,

મને ખબર હતી , કે તું પાછી આવીશ,

મારા માટે નહિ, પણ તારા માટે તું આવીશ….(૩)

તું જ્યારે પાછી નીકળી ગઈ હઈશ,

ત્યારે તને આપણી યાદ આવશે,

આપણે વિતાવેલો તે સમય અને હું..(૪)

હા, પણ જયારે તને અહેસાસ થશે,

ત્યાં તો બહુ મોડું થઇ ગયું હશે,

હું તારાથી બહુ દુર નીકળી ગયો હઈશ…(૫)

જયારે તું નિરાશ થઈને,

નાસીપાસ થતી હોઈશ,

ત્યારે હું તને ત્યાં જ મળીશ ,

કારણ કે હું તો ત્યાં જ હતો…(૬)

જાણતો હતો હું કે,

તું મારા વગર, તો,

હું પણ ક્યાં તારા વગર રહી શકવાનો હતો..(૭)

ત્યારે તારા હાથમાં હાથ નાખીને,

માથા પર મીઠું ચુંબન કરીને તને કહીશ,

ક્યાં હતી..?

હવે ક્યાય ના જતી..

કારણ કે. “હું ત્યાં જ હતો,”

અને ત્યાં જ હઈશ ………..

——————————– “ભોમિયો”

 

 

બસ રોમાંસ :પ્રેમની યાત્રા

sdrbussceneઅમદાવાદથી પોરબંદર , નીતા ની એસી સ્લીપર ટ્રાવેલ્સ , અને માત્ર બે જ સીટ વધેલી અને એ પણ બાજુબાજુમાં , અને સીટ ના દાવેદારો પણ બે જ , એક નીલેશ અને બીજી એક છોકરી , સામાન્ય આ રીતે સીટ આપવી અને લેવી , તે પેલી છોકરી માટે થોડી અસમ્જમંસ જેવી પરિસ્થિતિ હતી , પરંતુ કોઈ બીજો વિકલ્પ નહતો, હા થોડી અચ્કૈને ; પણ તેણે સીટ લઇ જ લીધી..

તેણી એટલે રેશમા , અમદાવાદમાં જ અનુસ્નાતકનો અભ્યાસ કરતી અને પોરબંદરમાં રહેતી એક સામાન્ય છોકરી અને નીલેશ પાઠક , ઇજનેરી માં સ્નાતક થયેલો અને ત્યાં અમદવાદમાં જ નોકરી કરતો અને પોરબંદરનો જ એક યુવક, તે ૨૧ નો અને રેશમા ૨૨ ની.

હકીકતમાં નીલેશ રેશ્માને એક વખત મળી ચુક્યો હતો, એટલે કે તેણે રેશમા ને જોયેલી , પોતાની જ એક મિત્રની બર્થડે પાર્ટીમાં , અને તેને જોઇને જ તે તેણી પર આફરીન થયેલો, માત્ર તેના દેખાવ પર નહિ, તેના હલનચલન , વાત કરવાની અદા અને ખાસ તો તેની ક્યુટનેસ પર..એટલે મનોમન તે ભગવાન નો આભાર માનતો હતો કે તે આજે તેનો ક્રશ તેની બાજુમાં આવવાનો હતો , એ પણ અમદાવાદ થી પોરબંદર..

રાત્રી ના દસ વાગ્યાની બસ હતી , નીલેશ પોણા દસની આસપાસ જ આવી ગયેલો,દસ થવા આવેલા, પરંતુ હજુ તે નહોતી આવી, નિલેશનો શ્વાસ ઉંચો નીચો થતો હતો કે શું તેનું આ સપનું શરુ થતા પહેલા જ  પૂર્ણ થઇ જશે ? પરંતુ , બસ ઉપાડવાની તૈયારીમાં જ હતી ત્યાં તે દોડતી અને હાંફતી બસમાં ચડી, એટલે નીલ્યાના જીવમાં જીવ આવ્યો.રેશું તેની બાજુની સીટ પર જઈને બેસી, તમને કહી દઉંકે બંનેની સીટ એકબીજાની બાજુબાજુમાં છે , તેની બંનેને ખબર હતી.નિલેશને વાત કરવાની બહુ ઈચ્છા હતી પણ તેને ખબર નહોતી પડતી કે ચાલુ ક્યાંથી કરવું.

આમને આમ થોડા કલાકો ગયા અને રાત્રીના એકાદ વાગ્યાની આસપાસ હાઇવે પર હોલ્ટ થયો.

ત્યાં સુધી બંનેને સારી એવી ઊંઘ આવી ગઈ હતી બારીવાળી સીટ પર આરામથી ઊંઘી ગયો હતો અને રેશમા પણ થાકેલી ઊંઘી ગયેલી , પરંતુ ઊંઘમાં તેણીને ખબર નહોતી પડી કે તે નીલેશ પર માથું રાખીને સુઈ ગઈ હતી.

હોલ્ટ થયો એટલે નીલેશની ઊંઘ ઉડી અને તેને કોફી પીવા જવાની ઈચ્છા થઇ, પરંતુ જેવું તેનું ધ્યાન ગયું કે રેશમા પોતાનું માથું તેના પર ટેકવીને મસ્ત ઊંઘી રહી છે, તેને જોતો જ રહી  ગયો, તેનો તે ક્યુટ ચહેરો, જેના પર બારીમાંથી આવતી હલકી ઠંડી પવનની લહેરોને લીધે તાના વાળ નૃત્ય કરી રહ્યા હતા, આ બધામાં નીલેશ આટલો ખોવાઈ ગયો કે તેને ખબર જ ના પડી કે રેશમા જાગી ગઈ હતી અને તેની તરફ અજબ નજરોથી જોઈ રહી હતી, તેની હરકતોને ; પણ નિલેશને ક્યાં કઈ ભાન જ હતું.

જયારે તેનું ધ્યાન ગયું ત્યારે તેનું મો શરમથી ઝુકી ગયું , પરંતુ સામે છેડે પણ રેશમા હજુ પણ પોતાનું માથું તેના ધડ પર નમેલું જ હતું, તેનું તેને પણ ધ્યાન તો નહોતું જ, જયારે તેનું પણ ધ્યાન ગયું ત્યારે તે પણ જટકા સાથે ઉભી થઇ ગઈ અને બોલી, “સોરી , મારું ધ્યાન ના હતું, ક્યારે આંખ લાગી ખબર ના પડી..”

નીલેશ : અરે વાંધો નહિ, ચાલ્યા કરે ક્યારેક, બી કાન્ફર્ટ …. J J

રેશમા : બાય ધ વે, શું આવ્યું ?

નીલેશ : ચા કોફીનો હોલ્ટ છે.. કોફી પીવી છે?

રેશમા : યેસ , ફોર શ્યોર ; બહુ માંથું ચડે છે ઓમ પણ…!!

ત્યારબાદ બંને કોફી પીવા ગયા અને પોતપોતાનો પરિચય કરાવ્યો.

પછી બસ માં પાછા જી બેઠા , ત્યારે બંને ની પોતપોતાની હરકતો પર વિચારીને મનોમન હસવું પણ આવી રહ્યું હતું અને અનકન્ફર્ટ સાફ દેખાઈ રહ્યા હતા , આમ ને આમ પોરબંદર આવી  ગયું અને ત્યારબાદ ફરી મળવાની પ્લાનિંગ અને નામ્બરની આપલે ..

ફેસબુક રીક્વેસ્ટ તો બે મહિના પહેલાજ મોકલેલી અને નહોતી એક્સેપ્ટ થઇ , એટલે તે કેન્સલ કરીને પછી મોકલી, જે તરત કન્ફોર્મ થઇ..હાહા

પ્રથમ મુલાકાત પછી બને સારા મિત્રો બની ગયા અને જેટલો સમય પોરબંદર રહ્યા ત્યારે પણ બંને થોડા થોડા દિવસે મુલાકાત થતી જ રહેતી, પણ રેશમાને નીલેશ મત કોઈ પ્રેમ વાલી લાગણી તો નહોતી જ. એક તરફ નિલેશની રજાઓ પૂરી થઇ એટલે તે અમદાવાદ જતો રહ્યો અને અમુક દિવસોમાં રેશમા પણ જતી રહી.

પછી અમદાવાદ માં પણ બનેની મુલાકાતો ચાલુ જ રહી, ડીનર, ફિલ્મો , કોફી , કાંકરિયા , રીવાર્ફ્રાંત ચાલુ જ રહ્યું અને અ દરમિયાન રેશમા પણ તેના તરફ થોડી આકર્ષી ગઈ.

હવે આ તરફ રેશમનું MBA પતવાની તૈયારીમાં હતું અને અમદાવાદ મુકિને જવાની તૈયારી હતી, એટલે તે હવે પોતાના પપ્રેમનો એકરાર કરવાની ઈચ્છા હતી, તેને વિચાર આવતો હતો કે અ લલ્લુ પ્રેમનો એકરાર કરી શકશે કે આ કામ પણ તેને જાતે જ કરવું પડશે.

ત્યાજ તનો ફોન રણકી ઉઠ્યો , હા નિલેશ જ હતો, CCD નો પ્રોગ્રામ ગોઠવ્યો, સાંજે ૬ વાગ્યે; નીલેશ પણ વિચારતો જ હતો કે આજે તો કહી જ દઉં યાર, બહુ થયું , વેલેન્ટાઈન ડે ના દિવસે ગુલાબ લઇ ગયેલો, પણ ખિસ્સામાંથી સફેદ ગુલાબ જ કાઢ્યું , લાલ કાઢવાની તેની હિંમત ના થઇ, પરંતુ આજે મોકો હતો, અને એ પણ આખરી..

સાંજે બંને CCD માં પહોચ્યા, કોફી ઓર્ડર કરી, થોડી વાર તો કોઈ કઈ બોલ્યું જ નહિ પરંતુ અચ્કાનક જ બંને બોલી ઉઠ્યા, મારી તારી સાથે કઈ વાત કરવી છે; પછી હિન્દી ફિલ્મની જેમ બને “પહેલા તું..પહેલા તું..!”  અંતે “લેડીઝ ફર્સ્ટ” સાથે રેશમા બોલી ઉઠી…”યાર નીલેશ..ખબર નહિ કેમ..ક્યારે..પણ ..I LOVE YOU..”

આ સંભાળીને કોફીના સીપ લેતા નીલેશ ના મો માંથી પીધેલી કોફીની સીધી પિચકારી નીકળી અને સીધી પેલીના ડ્રેસ પર..થઇ ગયું સત્યાનાશ..કારણ કે નિલેશને આ રીતે તેની તરફથી આવા પ્રપોસલની આશા નહતી..આ ઘટનાથી રેશમા દઘાઈ ને ઉભી થઇ ગઈ અને નિલેશ ને જોતી જ રહી અને પૂછ્યું “ શું થાય લલ્લુ…???  આવું તે શું કરવા માંડ્યો..?”

ત્યાર બાદ થોડો વ્યવસ્થિત થયા બાદ ; નીલેશ પણ તૈયારી સાથે જ આવ્યો હતો , ખિસ્સામાંથી સુંદર વીંટી કાઢીને જન્નતના ઇમરાન હાશમી ની જેમ તા જ પ્રપોસ કરી નાખ્યું..આ જોઇને ડઘાઈ ગયેલી રેશમા એ પોતાની ક્યુટ અને કાતિલ સ્માઈલ આપી અને બંને એકબીજાને જોઇને હસવા માંડ્યા..અને આ રીતે થયું આ કઈ અલગ પ્રકારની પ્રેમ વાર્તા નું HAPPY ENDING…

~~~~~~એ જ ભોમિયો

કર્મ અને આશા

જીવનમાં આપણે ઘણા બધા કાર્યો કરતા હોઈએ છીએ , એમાંથી ઘણા માં આપણને સફળતા મળે છે , તો ઘણા માં નહિ..

કૃષ્ણ જી એ ગીતા માં લખ્યું છે કે “કર્મ કરો , ફળની ઈચ્છા નહિ રાખો ..” , હા ! પણ છેવટે તો આપણે માણસ જ છીએ , એટેલે આપણે કોઈ પણ કાર્ય કરીએ મ ત્યારે તેના ફળની ઈચ્છા તો અવશ્ય રાખીએ જ છીએ, અને એ એમાં કશું ખોટું પણ નથી કે અપને કઈ કાર્ય કરીએ અને ફળની ઈચ્છા ના રાખીએ..

પણ, હું એવું કહું છું કે તમે કોઈ કાર્ય કરો છો , ત્યારે તેમાં તમે સીધી કે આડ કતરી રીતે કૈઈક તો મેળવો જ છો.. એ પછી તમે તેને “product” કહો કે “byproduct” કે “side product”

તમે જે કાર્ય કર્યું છે , તેમાં તમારું ૧૦૦% આપો , તમારૂ કામ સામે વાળા ને ગમે કે ના ગમે, તમને , અને તમારા મનને ગમવું જોઈએ , કે હા, આપણે આપણું પૂરે પૂરું આપ્યું , સફળતા મળી કે ના મળી , મને મારો આત્મસંતોષ મળી ગયો, કે મેં કાર્ય કર્યું .મને બીજું કઈ જ નથી જોઈતું , આવું  વિચારવાનું , જયારે આપણને સફળતા ના મળે..કારણકે એક વખત નિષ્ફળ થયા પછી દર વખતે કર્મ કાર્ય પછી નિષ્ફળતા જ મળશે , તેવું જરૂરી નથી..

હા, એ અલગ વાત છે કે તમે પોતાનું સચોટ કરતા પણ વધારે આપ્યું હોય , અને જો સફળતા ના મળે, તો ઘણી વખત લાગી આવે છે, અને આવું થાય જ , કારણ કે તમે પણ માણસ જ છો.

પરંતુ જો નિષ્ફળતા થી નાસીપાસ થયા , તો લખીને કહું કે તમને કર્મ કરવા ની ઈચ્છા જ નહિ થાય , અને આવું થયું , તો હું કહી શકું કે “you are finished man….!”

પરિણામો ના frustration માં આવીને લેવાયેલા નિર્ણયો ક્યારે પણ સાચા નથી હોતા, હમેશા નુકસાનકર્તા જ હોય છે , એટલે મિત્રો.. બસ એક વાર મારી વાત પર વિચારજો …

એ જ તમારો ” ભોમિયો”…………………………………..(ક્રમશ:)

#SSC_RESULTS

 

 

 

 

છેલ્લા દિવસો : Tribute to Final year

જયારે અભ્યાસનું એક પગલું ઉપર ચડીને , જયારે એક નવા જ પ્રકારના જીવન તરફ પ્રયાણ કરવા માટે નીકળી રહ્યા હોઈએ, ત્યારે ……

જાણે એક દુનિયમાથી બીજી દુનિયા મા જતા હોઈએ,

જાણે કોઈ જંગ લડવા માટે જતા હોઈએ,

જાણે પોતાની દિકરી સાસરે જતી હોય, ત્યારે વિદાય આપતા હોઈએ,

એવી જ રીતે આપણી માતા આપણને આપણા ઘરેથી વિદાય આપે છે, સુચનાઓ આપે છે જેવી કે , પોતાના સાસુ સાથે વધારે ખોટી પંચાત ના કરતી, બધા સાથે હળીમળીને રહેજે, આમ કરજે , આમ ના કરતી.. વગેરે વગેરે..

એ જ રીતે, અહીં આપણા કિસ્સામાં પણ આવી જ સલાહો મળતી હોય છે, સાચુ કહુ તો દીકરીને  અપાય છે તેના કરતા પણ વધારે..

ઘરથી ૪૦૦ કિમી જેટલા દૂર એવા એક અજાણ્યા શહેરમાં , અજાણ્યા લોકો સાથે રહેવુ અને તે અજાણ્યાઓને પોતાના બનાવવા..

ખરેખર , આ જ તો જીવનની મજા હતી.

આપણા ગુજરાતના લોકોની એક અલગ પ્રકારની માનસિકતા હોય છે, સૌરાષ્ટ્રના લોકો અમદાવાદીઓને અને અમદાવાદી ઓ સૌરાષ્ટ્રના લોકો ને, અને ખાસ કરીને કાઠીયાવાડીઓ ને..વાંધો શુ હોય એ કોઈ જાણતુ નથી.. હા અમે પણ પહેલા આવા જ હતા.

બધી જ જગ્યાઓથી ભેગા થયેલા જુદા જુદા પ્રકારના, ટુંક મા બધી જ પ્રકારની અઘરી નોટો એક જ જગ્યા પર ભેગી થાય છે અહિં..

કોલેજનો પ્રથમ દિવસ, ખબર નહિ, લોકો કેવા હશે, સાહેબો કેવા હશે, રહેવાનુ ફાવશે કે નહિ, હા ખાવનુ કેવુ હશે.. આવી અવનવી મનની ગડમથલ સાથે કોલેજ મા હાજર થયા…

પણ અમુક જ સમયમાં બધી ગડમથલોનો અંત આવી ગયો..

ક્લાસના મિત્રો, હોસ્ટેલના મિત્રો , ક્લબના મિત્રો.. મિત્રો નો જાણે સમુદ્ર આવી ગયો હોય.

પણ સાથે જ દરરોજ રાત્રે  ૯:૦૦ ના ટકોરે આવતો મમ્મીનો ફોન,બેટા , જમી લીધુને ? બરાબર જમજે અને હા ,બહારનુ આચળ કુચળ નહિ ખાતો.. ઘરેથી જે નાસ્તો આપેલો , તે જ પહેલા પૂરો કરજે..હા હા હા ..

થોડા જ સમયમા અહિ બધી જ મોંઘેરી નોટો એક બીજામા ભળી ગઈ, જાણે અલગ અલગ રંગો મળીને કોઈક નવો જ રંગ મળે છે.

બસ, ખબર જ ના પડી, ક્યારે આ કાઠિયાવાડી ચરોતરી બોલતો થઈ ગયો..

“ક્યાં છો ભુરા?” કહેતો એ ભુરો ,”કઈ છુ બાના ? “ કહેતો બાનો થઈ ગયો..

વાત વાત મા આ ૪ વર્ષ આમ જ નીકળી ગયા, કેટલુ ભણ્યા , એ તો ખબર નહિ, પરંતુ ઘણુ બધુ માણ્યા , અને જીવનને માણતા જરૂર શીખ્યા .

બસ, હવે અહીંથી જવાનો સમય આવી ગયો છે..હા, પણ અહીંથી જઈશું, તો પોતાના સાથે યાદોનો એક બહુ મોટો ભંડાર લઈને જઈશુ, કે જે કદાચ ક્યારેય પણ નહિ ખુટે.

ઘણાને તો તે પણ યાદ નહિ હોય , તેમને પોતાના સાચા નામથી કોઈએ તેને ક્યારે છેલ્લી વખત બોલાવેલા કે પોતાનુ સાચુ નામ કોઈ દ્વારા સામ્ભળેલૂ..અને એમાં પણ જ્યારે પેલા નું “true caller” માં નામ પણ જ્યારે પોતાનું નાં આવે , ત્યારે ખરેખર લાગી આવે છે..

જતી વખતે ઘણી બધી વાતો ખરેખર યાદ આવ્શે..

વ્હોટ્સએપ ના ગ્રુપમા દર્રોજ કોઈક મુર્ગો ગોતવો, અને તેની ઠોકી પાડવી.

બર્થ ડે મા બરાબર  ૧૨:૦૦ ના ટકોરે તેનો દિવસ, ખરેખર તો રાત યાદગાર બનાવવી, પોતે ૨૧ નો થતો હોય, છતા ૧૯ થી વધુ કહેવાનિ હિમ્મત ના થાય તેનિ, એવિ હાલત કરવી..

આખો દિવસ શંતિથી આરામ ને પંચાત કર્યા પછી મોડી રાત્રે ઘુવડની જેમ વાંચ્વાનુ કે લખવાનુ ચાલુ કરવુ કે પછી કોઈ સારુ  એવુ ફિલ્મ ચડાવીને જોવુ, અને સવારે ૪/૫ વાગ્યે સુવુ.

ને એમા પણ રવીવાર આવતો હોય , તો ઓ હો હો.. જમવાના સમયે આરામથી ઉઠ્વુ અને જમીને ફરિ સુઈ જવુ અને ફરિ ખાવના સમયે ઉઠવુ.

હા, હવે આ દિવસો ફરિ પાછા નહિ આવવાના, પણ છતા, તેની યાદો હમેશા મન ના એક ખુણામા સાચવીને મુકેલી હશે, એક અમાનતની જેમ..

સાચું કહું તો , હું જયારે આ લખી રહ્યો હતો, ત્યારે મારી આંખની સામે ચારે વર્ષોની બધી જ યાદો એક ફિલ્મ ની જેમ ફરી રહી હતી..

જ્યારે અમુક વર્ષો પછી જ્યારે નસીબજોગે જો ફરિ મળશું, ત્યારે આ જ યાદો યાદ કરિશુ અને તે યાદો યાદ કરવાની યાદને ફરી  યાદ બનાવિશુ.. હા હા હા હા..

હા, જો મળીશું, તો યાદોને યાદ કરતી વખતે, આંખોમા એક અલગ ચમક ,ઝીણા  આંસુઓ સાથે દેખાતી હશે, તે સમયે વાત કરતા કરતા ડુમો આવી જાય , તો પણ નવાઈ નહિ..

એ જ આશા સાથે, કે ફરી  મળીશું ..અને ખરેખર તો મનથી ક્યારેય છુટા નહિ પડીએ….

—- એ જ તમારો , “ ભોમિયો”

સાઈટ ટુ સાઈટ : પ્રેમકહાની (ભાગ ૧)

રીમા, ૧૯ વર્ષની એક યુવતિ, ફેસબૂક થકી એક છોકરાના સમ્પર્ક મા આવી, નામ હતુ વિવેક ; ૧૯ વર્ષનો એક નૌજવાન યુવક, રીમા સિવિલ ઈંજીનિયર ભણતી હતી , જ્યારે વિવેક એક મેનેજમેન્ટ નો વિધ્યાર્થી. વિવેકની તળભડતિ પ્રોફાઈલ જોઈને રીમા એતરત જ તેની રિક્વેસ્ટ સ્વીકારી લિધી અને શરુ થયો બન્ને વચ્ચે વાતચિત નો જોર.

શરુ શરુ મા થતી વાતો થકી રીમા તેની તરફ દીમે ધીમે આકર્ષાવા લાગિ , હા, બન્ને દેખવમા ઠીક-ઠાક જ હતા, બહુ જ જોરદારપણ નહિ અને બહુ ખરાબ પણ નહિ, કહુ તો મારા કે તમારા જેવા સામન્ય.

વિવેકમા વાતો કરવાનિ બહુ જ આવડત હતી , કોઈ પણ તેની સાથે વાત કરીને આકર્ષી જાય , તે વાત સહજ હતી, બન્ને સાઇટ પર ખાસ્સો એવો સમય સાથે ગાળતા, થોડા સમય મા બન્ને એ પોતપોતાના ફોન નમ્બરની પણ આપલે કરી દિધી અને આવી ગયા વ્હોત્સેપ પર; મોડે સુધી નકરી વાતો , પોતાની દિનચર્યા ને બધઉ જ એકબીજા સાથે શેર કરવા લાગ્યા..

રીમા તો પહેલેથીજ આકર્શાયેલી હતી, અને વિવેકપણ તેની તરફ આકર્ષાવા લાગ્યો હતો, રીમા ને આ બાબતમા પહેલ કરવાની બીક લાગ્તી હતી , કદાચ આવો સારો મિત્ર ગુમાવવો પડ્યો તો,! તો બીજી તરફ પણ આ જ ગડમથલ ચાલતી હતી.

બન્ને ની મિત્રતા હવે વ્હોત્સએપ ની ચેટથી આગળા વધીને ફોન સુધી પણ પહોચી ગઈ, અને પ્રથમ વખત રીમા સાથે વાત કરીને , કહુ કે રીમા નો અવાજ સામ્ભડીને તે તો તેના અવાજ પર ફીદા થઈ ગયો.પહેલા તો તેના મુખ માથી એક અક્ષરપણ નહોતો નિકડતો, પછિ માંડ કંફરટેબલ થયો અને વાત શરૂ કરી. હવે સમય જતા તેઓ એકબીજાની સાથે પોતાના અંગત પ્રોબ્લેમ્સ પણ શેર કરવા લાગ્યા ,હા હજુ કોઈએ પહેલ નહોતી કરી પોતાના પ્રેમનો એકરાર કરવાની.

તે દિવસે રીમાનો જન્મદિવસ હતો , ૧૨ ના ટકોરે પ્રથમ ફોન આ વિવેકે કર્યો સશુભેચ્છા પાઠવતો, અને તેણીએ “થેંકયુ “ કહ્યુ , ત્યારે વિવેકે આગવા અંદાજ મા કિધુ ,થેંક યુ નહિ, મારે તો પાર્ટી જોઈએ યાર;

હા, એક વાત તો કહેવાની રહી જ ગઈ, બન્ને એક જ શહેરના હતા, અમદાવાદ !

રીમા એ સનસનાટ જવાબ આપ્યો,બોલ ક્યા જોઇયે પાર્ટી; ??

વિવેકે કહ્યુ, કાલે સબવે મા; રાત્રે ૮ :૦૦ વાગ્યે ; હુ તારી રાહ જોઇશ;

રીમા : પણ મારી ગિફ્ટ ?? !! ?/

વિવેક : એ પણ કાલે રાત્રે મળી જશે તને..હા હા !

રીમા : ઓ ઓવ ..! થેંક યુ સોમચ વિવીક …

આઇ લવ યુ વિવેક કહેવા જઈ રહી હતી , પણ અટકી ગઈ, હિમ્મત ના ચાલિ..!

તે દીવસે મંગળવાર હતો , માત્ર એકબીજાને ફોટા મા જ જોયેલા અને ફોન પર જ વાતો કર્તા આ બન્ને આજે પ્રથમ વખત વાસ્તવમા મળી રહ્યા હતા, બન્નેને અંદરથી એ જ બીક હતી , કે વાત કઈ રીતે કરવી . અને કરવી તો ચાલુ ક્યાંથી કરવી.. બહુ જ ગડમથલ ચાલી રહી હતી, વિવેક વહેલો પહોંચી ગયો હતો અને રીમાની રાહ જોઈ રહ્યો હતો, સબવે ના મૈન ગેટની બહાર;

ત્યા એક કાળા રંગની  એક એક્ટીવા આઇ, ઊભી રહિ , લાલ રંગનો ટૉપ , બ્લુ જીંસ સાથે એક યુવતિ આવી, ગાડી પાર્ક કરીને , હળૅવેકથી પોતાનુ કાળુ હેલ્મેટ ઉતાર્યુ , વિવેક ત્યા જ જોઈ રહ્યો હતો; રીમા એ ગાડીનુ નામ અને નમ્બર કહ્યા હતા,એટલે તે ઓડખી ગયો હતો, પણ તે રીમાને જોતો જ રહી ગયો, તેની અદા ને; હેલ્મેટ કાઢીને તેણિએ પોતાના ખુલલા વાળ પોતાનુ મોઢુ હલાવીને સેટ કર્યા; આ જોઈને વિવેક તો હક્કો બક્કો જ રહી ગયો.  આ હા હા હા …હા, તે રીમા જ હતી.

ત્યારબાદ ફોર્મલ પ્રકારની મુલાકાત પછી બન્ને અંદર ગયા, ટેબલ પહેલેથી જ રીમાએ બૂક કરાવેલુ હતુ , જઈને વિવેકે ફરિ એક વાર રીમાને હાથ મિલાવીને બર્થા ડે વીશ કર્યુ.

બસ , નાની એવી પાર્ટી પછી બન્ને જવાની તૈયારી કરવા માંડ્યા, ત્યા રીમા એ પુછ્યુ, “મારુ ગિફ્ટ ક્યાં?”

ત્યારે વિવેકે હિમ્મત કરીને એક નાની એવી ગિફ્ટ અને એક નાની એવી વિંટી આપીને રીમાને પ્રાપોસ કરી જ નાખ્યુ , આખરી.. ! હા, રીમા ને એવુ તો સ્વપ્નમા પન નહોતુ, આ મને અત્યારે જ આ રીતે પ્રપોસ કરી નાખ્શે. પણ તેણિએ પણ વધારે વિલમ્બ કર્યા વગર કહી દીધુ, “ હા, હુ પણ તને પ્રેમ કરૂ છુ, પણ કહેવાની હિમ્મત ના થઈ..” બન્ને ત્યાંજ એક્બીજાને ભેટી પડ્યા અને એક્મેક મા પોરવાઈ ગયા, દુનિયાની પરવા કર્યા વગર..!

…………………………………………………………………………………………………………………………………..

પછી તો દરરોજ ડેટ પર જવુ, સાબરમતિ ના પેલા ગાર્ડનમાં , કે અગોરામાં ફિલ્મો , લોંગ ડ્રાઈવ્સ ; આ બધુ સામન્ય થઈ ગયુ હવે તેમના માટે..

આમ કરતા કરતા ૪ મહિના વિતી ગયા,એટલે શરૂઆથી ગણીએ તો ૭ મહિના..

એક વખતે તેમણે મિત્રો સાથે બહાર પિકનિક પર જવાનો પ્લાન બનાવ્યો , સ્થળ નક્કિ કર્યુ ગોવા; આજની જનરેશનનુ સૌથી મનગમતુ સ્થળ , બસ ૬ મિત્રોની ટીમ નીકળી પડી ગોવા જવા માટે, સૌથી વધુ ખુશી તો વિવેક અને રીમાને હતી , તેઓ પ્રથમ વખત આ રીતે કઈક બહાર જઈ રહ્યા હતા.

પરંતુ , રીમા નહોતી જાણતી કે ત્યા તેણે સ્વપ્નમા પણ વિચારી ના હોય , તેવી ઘટના બનવાની છે.

ગોવાના પ્રવાસના ત્રીજા દિવસની વાત છે, બધા એક રેસ્તોરામાં જમી રહ્યા હતા, ત્યા જ એક તેમની જ ઉમરનો એક યુવક , કે જે થોડા સમયથી તેમની તરફ જોઈ રહ્યો હતો, તે અચાનક જ તેમની તરફ આવ્યો અને રીમા ની બાજુમા જઈને ઉભો રહી ગયો, અને અચનક જ બોલી ઉઠ્યો, “અરે રીમા , તુ અહીંયા ? “ બધા જ મિત્રો તેની તરફ જોઈ રહ્યા, તે યુવક હતો નિખીલ, રીમાનો “એક્સ” પ્રેમિ., જેને રીમા છેલ્લ એકાદ વર્ષથી ભુલાવી ચુકિ હતી અને પોતાની નવી જિંદગીમા ખુશ હતી, પણ તેણિએ નિખીલનો તેના શાળા ના ક્લાસમેટ તરીકે ઓળખ આપી.

—————————————————————————————————

TO BE CONTINUED …….

soch na sake (સોચ ના સકે) – Airlift (2016) ગુજરાતી

તને આટૅલો હુ પ્રેમ કરૂં..

એક ક્ષણમાં સો વાર કરૂ..

તુ જાય જો મને છોડીને..

મ્રૂત્યુની હુ રાહ જોઊં……..(૧)

કે તારા માટે દુનિયા છોડી દિધી છે,

કે તારા પર જ જીવ આવી અટકે,

હુ તને કેટલો ચાહું છુ,

તુ કદી વિચારી ના શકે……..(૨)

કઈં જ નથી આ દુનિયામા,

તુ જો છે તો છે જીવન,

હવે મારે જવુ છે ત્યા જ્યાં,

તુ જ છે સ્થળ મારૂ……..(૩)

કે તારા વગર જીવવુ શક્ય નથી,

ના રહેજે કદી મારથી દૂર તુ,

હુ તને કેટલો ચાહૂ છું,

તે તુ કદી વિચારી ના શકે……(૪)

કે તારા માટે દુનિયા છોડી દિધી છે,

કે તારા પર જ જીવ આવી અટકે,

હુ તને કેટલો ચાહું છુ,

તુ કદી વિચારી ના શકે……..(૫)

આંખોની છે આ ઇચ્છાઓ ..કે ,

ચેહરા તારાથી ના હટે,

નીંદરમાં મારી બસ તારા,

સપનાઓએ લીધી કરવટો..(૬)

કે તારા તરફ મને લઈ ચાલે,

આખી દુનિયાના બધા રસ્તા,

હુ તને કેટલો ચાહું છુ,

તુ કદી વિચારી ના શકે……..(૯)

કે તારા માટે દુનિયા છોડી દિધી છે,

કે તારા પર જ જીવ આવી અટકે,

હુ તને કેટલો ચાહું છુ,

તુ કદી વિચારી ના શકે……..(૧૦)

Declaimer :

All copy rights reserved @beingbhomiyo.wordpress.com

 

 

 

 

 

 

 

 

 

બાળકોનુ Mission Impossible

bell

બાળકો, આજે આપણે બાળકો ના મિશન ઈમપોસિબલ વિશે વાત કરીએ, જે કદાચ એક સમયે આપણુ પણ હતુ..હુ સામન્ય રીતે મંદીર મા સાંજે લતાર મારવા જતો હોઉ છુ . ત્યા એક દિવસ મે ઘણા બધા નાના ટબુળઓ ને જોયા. ક્યારના મથતા હતા. ત્યારે મને બાળપણ અને આ મિશન ઇમપોસિબલ યાદ આવ્યુ.

આ બાળકો પોતાની ઉંચાઈ થી દૂર એવા મંદીર ના ઘંટ ને વગાદવાની કોશિશ કરિ રહ્યા હતા. કોઈ એક તરફ્થી તો કોઇ બીજી તરફ થી ..ત્યારે જ્યારે તેઓ નો હાથ જ્યારે તેને અડકી જતો હતો, ત્યારે તેમનો અનંદ , આહાહાહાહા…

ત્યારે મે પણ અમુક ટબુડાઓને ઉંચા કરીને યુધ્ધા પાર પાડવામા મદદ કરી.. એ સમયે તેની ખુશી અને સાથે સાથે બીજા ઘણા બધા બાળકોનો ચિચિયારીઓ.. “ અંકલ , મને પણ ..અંકલ મને પણ …” તે સમયે તેમની ઉત્સુક્તા , અને ઘંટ વગાડ્વાનિ ધગશ.. હા એક વાત મને ના ગમી.. શુ હુ અંકલ જેવો લાગુ છું…??!!!??

મિત્રો , તમને પણ આવુ મિશન પાર પાડયા ની યાદ આવિ હશે..

ખરેખર , તે દિવસો…!! જરા યાદ કરજો… મજા આવશે..

એ જ તમારો.. “ભોમિયો”…..

Long Distance Relationship

“Long distance relationship” શબ્દ સાંભડીને બધા ના મન મા અનેક પ્રકાર ના વિચારો આવવા માંડે , આમનો સૌથી સામાન્ય વિચાર , કે જે અનેક ના મન મા આવ્યો હશે, કદાચ ઘણા બધા ના , કોઈનો પ્રેમિ પ્રિતમડો, કે પછી કોઈની પ્રેમિ પ્રિતમડી, એક અમરેલી મા રહેતો હોય ને બીજો પ્રિતમડો અમેરિકા મા, વાતો માત્ર હવામા જ , એટલે કે તમારા સ્કાયપી કે વ્હોટ્સ એપ , માત્ર પ્રેમની વાતો થતિ હોય, ક્યારેક માથકુત પણ થાય,ના નહિ..

પણ કાદાચ તમે આ પ્રકાર ના તમારા સમ્બંધ ની એક વાત ભુલી ગયા છો.. તમારા માતા પિતા ..

તમે હોસ્ટેલ મા રહીને અભ્યાસ કરો છો, કે પછી ઘરથી દુર રહીને કામ કરો છો ,, લગ્ન કરીને પોતાની બૈરી સાથે અલગ રહેતા હોય.. કે પછી લગ્ન કરીને સાસરે રહેતા હોય, આ પણ તમે એક પ્રકારની Long Distance Relationship મા જ છો..

પોતાના બાબુ કે શોના સાથે આ દુર અંતરી સમ્બંધો રાખો ,સારી વાત છે, પણ આ સમ્બંધો તેમની સાથે રાખવામા પણ એક અલગ જ મજા છે, રોજ બાબુ સાથે તો કલાકો વાતો કરી જ લો છો, તો ક્યારેક તેમને પણ તમે કેટલા પ્રેમાળ છો, એક વાર બતાવી તો જુઓ , સાચે બોવ આનંદ આવશે..

તમે તમારા મિત્રો ને પુછી જુજો, કે સવારે “ મારા શોના ! ઉઠી જા ..” સામ્ભળવા કરતા “ઢગા ! કેટલુ સુઇશ ? કુમ્ભકરણ હાળા..ઉઠ હવે..” સામ્ભળીને ઉઠવાનિ મજા જ કૈક ઓર છે..

જરા વિચારિ જો જો.. એ જ તમારો “ભોમિયો”..

બસ, લખાઈ ગયુ..!!

આજે સામાજીક વાત કરીએ.

“બેરોજગાર” ની વ્યાખ્યા તમે શુ આપશો? કોઇ વ્યક્તિ કે જે કાર્ય કરવાની ક્ષમતા ધરવતો હોય અને નોકરી મેળવી ના શક્તો હોય , તેને આપણા ભારતીય બંધરણ પ્રમાણે બેરોજગાર કહેવાય.પરંતુ પોતાની લાયકાત થી સાવ નીચુ કક્ષાનુ કામ કરવામા ઈચ્છા ન ધરાવતો હોય ,તો તે બેરોજગાર ના કહેવાય ..!!!

પરંતુ આજે સરકારની તેમજ પ્રાઈવેટ હોય , આજે એક સારી લાયકાત ધરાવતો અને સારુ જ્ઞાન ધરાવતો વ્યાક્તિ સાવ નજીવા પૈસા મા કામ કે નોકરી કરે છે , અહિં , કામ કરતા મજુરી શબ્દ વાપરુ , તો કઈં ખોટુ કહેવાશે એવુ મને નથી લાગતુ ..

 આજે તલાટી કે પટ્ટવાળા  જેવી પોસ્ટ માટે , કે જેના માટે જરૂરી લાયકાત ૧૦ મા ધોરણની હોય છે, તે માટે અરજી કરવામાં આજે સ્નતક તો ઠીક , પરંતુ અનુસ્નતક કક્ષા ના લોકો ના પણ નામ હોય છે..

જરા વિચારજો મિત્રો …!

એ જ તમારો “ ભોમિયો”…..!!!!